STORYMIRROR

Umesh Tamse

Inspirational

3  

Umesh Tamse

Inspirational

જીદ રાખો...

જીદ રાખો...

1 min
13.7K



દિલમાં મંદિર બાંધવાની જીદ રાખો,

સૌને ખુદનાં માનવાની જીદ રાખો.


પ્રેમ ભીતર રાખવાની જીદ રાખો,

'હું' પણાંને છોડવાની જીદ રાખો.


જાતને પ્રગટાવવાની જીદ રાખો,

આ જગતને જીતવાની જીદ રાખો.


જિંદગીમાં કાંઇ બનવું હોય તો તો,

વૃક્ષની માફક થવાની જીદ રાખો.


ભીતરે જો શાંતિ કાયમ જોઇએ તો,

સતનાં રસ્તે ચાલવાની જીદ રાખો.


માણવું જો હોય સાચું સુખ હમેશાં,

દર્દમાં પણ જીવવાની જીદ રાખો.




Rate this content
Log in

Similar gujarati poem from Inspirational