ઝરૂખો
ઝરૂખો
બનતું બધું કરી લીધું તેં, તારા ઝરૂખેથી જોઈ લીધો
મહેમાન બનીને આવ્યો તો, ઘરજમાઈ બનાવી લીધો !
એક એક દિવસ જોતી'તી તું, કોની રાહ જોતી હતી !
મહેમાન બનીને આવ્યો તો, ઝરૂખેથી તેં જોઈ લીધો,
પૂછવા આવ્યો હતો તારા ઘરે કે, અંકલને હવે કેવું છે ?
હસીને બોલી હતી તું કે, પપ્પા એ પણ ઝરૂખેથી જોઈ લીધો,
આગતાસ્વાગતા કરી ખુશ થઈ, મારી નજરમાં વસી ગઈ
મહેમાન બનીને આવ્યો તો, મને જમાઈ બનાવી લીધો,
તારી નજરમાં હું હતો, એ પછી મને ખબર પડી હતી
મોહક વાણી બોલીને તેં, તારા દિલમાં વસાવી લીધો,
ઝરૂખે ઊભા રહીને જોઈએ છીએ હજુ પણ આપણે
ઝરૂખાનો પ્રેમ એટલો કે, મને ખુશ થતા તમે જોઈ લીધો !

