Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

ઝંખના

ઝંખના

1 min
211


તને પામવાની આ કેવી ઝંખના છે મારી ?

જાઉં છું મંદિર મસ્જિદ,

પણ નામ તારું સ્મરું તારું હું તો,

આંખ બંધ કરું હું મૂરત સમક્ષ,

પણ તારો જ ચહેરો ઉભરી આવે આ નજર સમક્ષ,

આ તે કેવી ઝંખના છે મારી !


તને યાદ કરતા કરતા હું મારી જાત ને વિસરી બેઠી,

આ તને પામવાની કેવી ઝંખના છે !

હું, હું મટી તું બની ગઈ,

સરિતા બની સાગરમાં સમાઈ ગઈ,

તને પામવાની કેવી ઝંખના છે મારી !


આયનામાં નિહાળું મારી જાતને,

પણ ત્યાં પણ તું જ દેખાય આવે,

તને પામવાની આ કેવી ઝંખના છે મારી !


તને પામવાની આ કેવી ઝંખના છે મારી !

હું શોધું મને જ મારામાં,

પણ, ત્યાં પણ તું,

તું નસ નસમાં લોહી બની સમાયો,

તું સાથે એમ જાણે પડછાયો,

તને પામવાની આ કેવી ઝંખના છે મારી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance