ઝંખના એક એવી
ઝંખના એક એવી


અહેસાસ થયો આજે મને,
કે મા એ શું હોય છે ?
જ્યારે હાથમાં જોઈ નાનકી એ પરી,
વ્હાલથી ચુમવાનુ મન થયું ઘડી.
મા ઘણું કહેતી મને પ્રેમથી,
પણ ક્યાં હતું એની લાગણીનું ભાન ?
આજે જ્યારે મને દીકરીનું,
મળ્યું અહોભાગ્ય ત્યારે યાદ આવી મા.
મા તું માજ છે તારી તોલે ન આવે કોઈ,
આપણી જ સગાઈ લોહીની,
તારી જોડ ન મળે દુનિયામાં કોઈ !
આજે એક પળ નથી કરાતી દૂર,
મારી નાની વ્હાલુડી..કારણ...
મારી આ પરી છે કોહિનૂર.
કેમ કરી મને આપી હશે વિદાય ?
એ મારી મમતાળુ જનેતાએ,
આજે ફરી ફિકર થાય છે,
મારી વ્હાલી એ માતાની.
એને અનુભવેલી લાગણીઓનો
આજે ઈતિહાસ દોહરાય છે !!
અહેસાસ થયો આજે મને,
કે મા એ શું હોય છે ?