ઝાકળ
ઝાકળ


ઝાકળ બિંદુ ઝીણું ઝીણું કહે
પળમાં જીવન હસતું કરી શકો.
છે જેટલી ક્ષણ વધાવી લો હવે,
વધારો ઘટાડો જરા ન કરી શકો.
ખીચોખીચ શેડ્યુલ હોય ભલે,
પણ હસવાને પળ શોધી શકો.
આમ તો જવાનું છે સૌએ એકલું,
છતાં જો સંગાથ રૂડો તો કરી શકો.
દુઃખ ને દરદ તો આવ્યા કરે જીવને,
પણ ચહેરે સ્મિત છતાં સાચવી શકો.
ચમકીલું ને ભીનું જીવવા મળે પળભર
તો "નીલ" આ ઝાકળ જેવું જીવી શકો.