STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Romance

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Romance

ઝાકળ ને તડકાની વચ્ચે

ઝાકળ ને તડકાની વચ્ચે

1 min
138

ઝાકળને તડકા કેવાં બંને હરીફ છે !

છતાં કેવાં એક બીજાનાં પૂરક જીવ છે !


ઝાકળ ને તડકાની વચ્ચે કેવો મેળ છે !

આંખને આંસુ વચ્ચેનો જાણે મેળ છે !


ઊડી ગઈ ઝાકળ પાછી ક્યાં આવે છે ?

વધી રહેલા તડકાને હવે વધાવવાનો છે,


પ્રેમનાં સાગર સૂકાયા, ભરતી ક્યાં આવે છે ?

મજાની જશે જિંદગી, છે તેવી હવે વધાવવાની છે, 


ઝાકળને તડકા રામ રાખે તેમ રહે છે,

કરમની ગતિ જાણી, ભાવે તેને વધાવવાની છે,


ઝાંકળની પળોએ તડકાને રંગત દીધી છે,

ડરો ના "રાહી" એ તડકાની જુવાની છે !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance