STORYMIRROR

Varji Luhar

Tragedy Inspirational

3  

Varji Luhar

Tragedy Inspirational

જાણતાં આવડે એટલું જાણવું

જાણતાં આવડે એટલું જાણવું

1 min
13.4K


જાણતાં આવડે એટલું જાણવું,

ના કશું છોડવું ના કશું બાંધવું.


એમને એમ પણ ઊકલે વળ બધાં,

શું પછી ખેંચવું? શું પછી તાણવું ?


થાય તો ચાકરી ખૂબ એની કરો,

દૂબળી  ગાયને  વાછરૂં  ધાવણું.


જૂઠનાં વાયરા ઝીલતાં ઝીલતાં,

સાવ ઝૂકી ગયું સત્યનું  ઝાડવું.


સાવ મૂંગા થવું પાલવે ના કદી,

ખપ પડે એટલું બોલવું-ચાલવું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy