રોજ પૂછે પ્રશ્ન
રોજ પૂછે પ્રશ્ન
1 min
13.7K
રોજ પૂછે પ્રશ્ન સૌને કાનજી,
આપનામાં કોઈ કાં મીરાં નથી ?
વાંસળીના સૂર એનાં એ જ છે,
કે પછી એની જ એ છે વાંસળી ?
હાથ જોડીને તરત ચાલ્યું જવું,
રીત લાગે છે તને આ વાજબી ?
એટલે ભળવું નદીને ના ગમે ,
સાબદો ક્યાં થાય છે દરિયો કદી !
રોજ બદલાતી ધજાના કારણે ,
ગર્ભદ્વારે છે હજીયે તાજગી .
