વહાવ ખૂટશે
વહાવ ખૂટશે
1 min
25.7K
તળ ખૂટશે તળમાં તળાવ ખૂટશે.
જળ ખૂટશે જળનો પડાવ ખૂટશે.
ઈશ્વર કદી લેશે લગામ હાથમાં,
બનવા ન જોઈતા બનાવ ખૂટશે.
ખાલી થશે ખૂણો સળંગ રીતથી ,
કંઈ પણ હતાં એવો તનાવ ખૂટશે.
પામી જવાશે રાજ-પાટ સામટાં,
જયારે જગત ભરનો લગાવ ખૂટશે.
થીજી જશે જ્યારે વહેણ રક્તનાં
ત્યારે હૃદયના સૌ વહાવ ખૂટશે.
