લખી નામ તારું પવનમાં ઝબોળું
લખી નામ તારું પવનમાં ઝબોળું
લખી નામ તારું પવનમાં ઝબોળું,
અને શ્વાસ શ્વાસે તને રોજ તોળું.
પડે બૂમ એવી અચાનક ગલીમાં,
ધરી વેશ મારો મને હું જ ખોળું.
હઠીલા અવાજે નશીલી દિશાએ,
સતાવે રિબાવે મને રૂપ ભોળું.
અગોચર ઈશારે ઉગે કૈંક ફૂલો
સુગંધે સુગંધે ધસે એક ટોળું.
કશો ફેર ક્યાં છે કશાયે નશામાં,
ધરી હોઠ પ્યાલી સડેડાટ ઢોળું.
