કાંચળી જેવું હશે
કાંચળી જેવું હશે
1 min
26.5K
વૃક્ષ પણ તૂટી ગયેલી ડાળખી જેવું હશે.
છાંયડે બેઠાં હશો તો પાલખી જેવું હશે.
એટલે તો પર્ણ સુક્કાયા અને ભીનાં થયાં
મન તમારું એ સમયમાં વાદળી જેવું હશે.
એ જ ડાળી પાંદડા પર વસ્ત્ર રાધાના હતાં,
એટલામાં ક્યાંક વહેતી વાંસળી જેવું હશે.
ફૂલ પણ સાથે હતું ને ગંધ પણ ભેળી હતી ,
ખાસ કંઈ હોવું પછીથી કાંચળી જેવું હશે.
જીરવી લીધો પછીથી ચિતના એ રંગને ,
ચિત્ર એનું ચિંતવો તો કામળી જેવું હશે.
