જાગ્યા ત્યારથી સવાર
જાગ્યા ત્યારથી સવાર
જ્યાં જુઓ ત્યાં ઠેર ઠેર લારીઓ ઉભરાય,
પીઝા, બર્ગર, સેન્ડવીચ ખાતા સૌ દેખાય.
ઘરનું ખાણું છોડીને ચટાકા લેવા દોડાય,
જંકફૂડના દિવાનાઓની કતાર લંબાય.
જીભના ચસકારા લેતા લોકો સંભળાય,
ખાનપાનની રીત ખોટે ખોટી અપનાવાય.
ખાવાની આદત ખોટી ચરબીમાં સમય,
પ્રોસેસિંગ ફૂડથી તંદુરસ્તી પર અસર થાય.
'જાગ્યા ત્યારથી સવાર' સમજો એક ઉપાય,
નહીંતર કાયમના દવાખાનાના બીલ ભરાય્.
