જાદુઈ પથ્થર
જાદુઈ પથ્થર
પથ્થરથી પથ્થર મળ્યો, ઘરની દીવાલ થઈ ગઈ,
પથ્થરથી પથ્થર મળ્યો સરોવરની એતો પાળ થઈ ગઈ.
રામના નામે પથ્થર તર્યો, દરિયાની જગ્યા પુલ થઈ ગઈ,
પથ્થરમાંથી વધારાનો ભાગ કપાયો ને એ સુંદર મૂરત થઈ ગઈ !
પથ્થર સાથે પથ્થર ભેગા થઈને પહાડની ટોચ થઈ ગઈ,
શિલ્પીનો હાથ લાગ્યો પથ્થર પર ને ભગવાનની એ મૂરત થઈ ગઈ !
શહીદોની કબર પર રાખ્યો પથ્થર એતો ખાંભી થઈ ગઈ,
પથ્થરને આપ્યો બેંચનો આકાર જાણે સૌ માટે આરામદાયક થઈ ગઈ !
મળ્યું સ્થાન એને મંદિર મસ્જિદની ટોચ પર,
તો મંદિરનો કળશ ને મસ્જિદનો મિનારો થઈ ગઈ.
