STORYMIRROR

Kalpesh Patel

Romance

4  

Kalpesh Patel

Romance

ઇ’ની માયા

ઇ’ની માયા

1 min
641

કાળઝાળ ગરમી વેરતા ઉનાળા પછી ત્રસ્ત ધરા અને સૃષ્ટિ પર પડતાં વરસાદ વખતે ધરતીમાંથી જે સોડમ ઊઠે છે એની તો વાત જ ન્યારી છે….! એ સોડમ સૃષ્ટિના રોમ-રોમ ને મહેકાવી દે છે. અને તે  સોડમમાંથી ઊઠે છે પ્રેમની તડપ.. આકાશમાં કાળા વાદળ બંધાય, પવનમાં ભેજ લહેરાય, મોરલા ટેંહુક….ટેંહુક કરી સાદ દેતા હોય, વીજળીના ચમકારા અવનીને વર્ષાનો વાયદો પૂરો કરતાં હોય છે. નવપરણિત યુગલને હૈયે ઊગતાં મેઘધનુષી રંગો વિહવળ કરી મૂકાતા હોય છે અને આવે ટાણે ભરથાર વાયદો ભૂલી નવોઢાની સાથે ના હોય તો..


વરસાદની હેલીએ

મોર ટહુકે ડેલીએ,


પનિહારીઓ છે ઘેલી

ભેંસો થાય ભાંભરી

ઓઢણી કોઈ કોરી નથી 

લાજ કેમ રાખું ? તે ખબર નથી,


સપનું હવેલીનું વિસરાય નહીં,

કોરા ત્યાં કોઈથી રહેવાય નહીં

મેઘાને રોકાઈ જા તેમ કહેવાય નહીં.


ઇ’નો વિરહ સહેવાય નહીં 

વહેતી આંખો રોકાય નહીં,

વરસે મેઘ કોઈને કળાય નહીં,


આંખ કોઈથી મેળવાય નહી,

દિલના દુ:ખ કોઈને કહેવાય નહી,

ઇ’ના વગર જીવાય નહીં

ઇ’ની માયા છોડાય નહીં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance