ઈશ્વર
ઈશ્વર
ઈશ્વર કહો કે અલ્લાહ, મલિક સૌનો એક છે,
મંદિરમાં પૂજાય કે મસ્જિદમાં,
પણ કર્તાહર્તા એક છે.
ચાહે પૂજો ના મૂરત માટીની, હૈયા સૌના ઠારો,
મદદ કરીને ઉભા કરજો, હાથ કોઈનો ઝાલો,
આપ્યું છે તમને માલિકે, ખોબો ભરીને મબલક,
થોડું જો વહેંચી શકો તો, જીવન બનશે સુખદ,
નાતજાતના ભેદ ના કરશો, ઈશ્વરના સૌ બંદા,
ધરતી પરનો દરેક માનવ, અંશ ઈશ્વરનો સદા.
