STORYMIRROR

Leelaben Patel

Inspirational

4  

Leelaben Patel

Inspirational

હવે

હવે

1 min
278

બસ નવું કંઈ આજ કરવું છે હવે,

મન ઉપર તો રાજ કરવું છે હવે.


આંગળી ચીંધાય તે કરતા રહ્યા,

ના ગમે ત્યાં ના જ કરવું છે હવે.


આ મહેલોમાં ઘૂ ઘૂ કરવું નથી,

ઊડતું એક બાજ કરવું છે હવે.


વંશને વૈભવની ગાથા છોડવી,

દિલને ગમતું કાજ કરવું છે હવે.


સૂર દિલમાં ઊઠતા અટકી જતા,

ગીત સંગે સાજ કરવું છે હવે.


થાય ચમકારો જો જીવનમાં પછી,

વાદળે જઇ ગાજ કરવું છે હવે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational