STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

હવે ક્યાં કંઈ ખૂટે છે

હવે ક્યાં કંઈ ખૂટે છે

1 min
281

મળી તકને વધાવી લીધી,

હવે ક્યાં કંઈ ખૂટે છે,

માંગી હતી એક બુંદ,

પૂરી હેતની વાદળી મળી ગઈ,

હોય જીવનભર તું સાથે તો ક્યાં કંઈ ખૂટે છે,


ઉલ્ઝનની પડેલી ગાંઠ,

આ તારા સહકારથી ખૂલી ગઈ,

હોય સાથ તારો,

પછી ક્યાં કઈ ખૂટે છે,

વણમાગ્યું ઈશ્વરે આપી દીધું બધું,

રહેવા માટે ઘર,

કુટુંબ આપ્યું,

પ્રેમ આપ્યો,

મહેનત નું ફળ આપ્યું,

તંદુરસ્ત શરીર આપ્યું,

હવે ક્યાં કંઈ ખૂટે છે,


આંખને ઠારવા કુદરતી સૌંદર્ય આપ્યું,

હૃદયને ઠારવા લાગણીની ભીનાશ આપી,

અડગ મનને અતૂટ શ્રદ્ધા આપી,

હવે ક્યાં કંઈ ખૂટે છે,

તારી જાત કરતા તું મને વધારે ચહે છે,

ખુદને તને સોંપી બેફિકર બની ગઈ છું,

હવે જીવનમાં ક્યાં કઈ ખૂટે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational