હું
હું
જાત પર વિશ્વાસ રાખી ને જીંદગી જીવું છું,
રોજ નવા નવા સંઘર્ષોથી દિવસ શરું કરું છું,
જરુર પડે હું જ પંચજન્ય વગાડી,
પોતાની જાતને જ જગાડું છું,
પાર ન કરું એ શિખર ત્યાં સુધી,
હું જ મારો સારથી બનું છું,
પછી પોતાનું જ સન્માન કરી શાબાશી આપું છું,
કારણ હું મને ચાહું છું.
