હું તો પૂછું
હું તો પૂછું
હું તો પૂછું પેલા પતંગિયામાં આ સુંદર રંગો કોણે ભર્યા
હું તો પૂછું પેલા સસલામાં આ સુંદર ત્વચા કોણે જડી,
હું તો પૂછું પેલા બાગમાં આ સુંદર ફૂલડાં કોણે ખીલવ્યા
હું તો પૂછું પેલા ચાંદ ને આ સુંદર ચળકાટ કોણે ભર્યો,
હું તો પૂછું પેલી સવાર ને આ સુંદર કિરણો કોણે બનાવ્યા
હું તો પૂછું પેલા ગગન ને આ સુંદર ગડગડાટ કોણે કરી,
હું તો પૂછું પેલા ઝરણાંના આ સુંદર પ્રવાહ કોણે રેલવ્યો
હું તો પૂછું પેલા રાગ ને આ સુંદર સ્વરો કોણે શીખવ્યા.

