STORYMIRROR

Drdhaval Makwana

Fantasy

2  

Drdhaval Makwana

Fantasy

હું તારામાં, તું મારામાં...

હું તારામાં, તું મારામાં...

1 min
13.6K


બની શકે તો બન શબ્દ મારા મત્લાના, તો ગઝલ જાણું,
તું બને કૃતિ ને અમે સર્જન તારા, તો સ્વાદ માણું…

કરી શકે તો કર શરૂઆત હુંકારની, તો 'ઘોષ' જાણું,
તું બને વાંસળી અને અમે સંગીત તારા, તો માધવ જાણું...

બની શકે તો બન જાનકી સંયમની, તો પ્રણય જાણું,
તું બને અશ્રુ ને અમે નયન તારા, તો પુરુષોતમ જાણું...

બની શકે તો બન મુર્તિ મારા મંદિરની, તો પ્રાર્થના ખાળું,
તું બને ટાંકળ ને અમે પત્થર તારા, તો રચના જાણું...


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy