STORYMIRROR

Manojkumar Sevantilal Chokhawala

Inspirational Children

4.0  

Manojkumar Sevantilal Chokhawala

Inspirational Children

હું સરસ્વતી ઉપાસક, હું શિક્ષક

હું સરસ્વતી ઉપાસક, હું શિક્ષક

1 min
130


"ભારતનું ભાવિ તેના વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે.".. આ વિધાન તત્વચિંતનનું કેટલું ઊંડાણ પૂર્વક કરેલ ચિંતનના અંતે ગર્ભિત રીતે વાણી સ્વરૂપે ઉદભવેલા આ શબ્દો ઘણુંબધું કહી દે છે..હા.. મને ગર્વ છે, કે હું સરસ્વતીનો ઉપાસક અને વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ માટે શિલ્પી બની મૂર્તિ નિર્માણ કરતો શિક્ષક છું.

સમાજમાં વિવિધ દરજ્જા પૈકી સૌથી વધુ વિશ્વસનીય અને આદર સભર દરજ્જો એટલે શિક્ષકનો દરજ્જો. બાળકને જ્ઞાન સભર વાતો કરતો, મૂલ્યના પાઠો શીખવતો, સંસ્કારનું સિંચન કરતો, પ્રવૃત્તિ થકી શિક્ષણમાં રસ રુચિ જાગૃત કરતો, અને ઉજ્જવળ કારકિર્દી માટે પથદર્શક બનતો.. હા..હું શિક્ષક .. ગર્વથી કહી શકું..હા હું સરસ્વતી ઉપાસક, વિદ્યાનો રક્ષક..કોઈ કહે ' માસ્તર ' અને કોઈ કહે ' માસ્ટર ' ..પણ મારે મન તો ગમતું ' માસ્તર '. કેમ કે જે માતાના સ્તર સુધી પહોંચવા માટેનો પુરુષાર્થ કરેને તે જ માસ્તર હોઈ શકે..ક્યારેક ગિજુભાઈ બધેકાનો વારસ બનીને તો ક્યારેક રાધાકૃષ્ણનનો વારસ બનીને કેળવણીના રસપાન કરાવતા. હું વિદ્યાર્થીને સ્વ થી સર્વ તરફની ગતિમાં વાળતો..કેમ કે..હું તો શિક્ષક કહેવાતો..


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational