હું ને મારી માતૃભાષા
હું ને મારી માતૃભાષા
વિચારી ફૂલે સો ગણી મારી છાતી,
હું ને મારી માતૃભાષા બંને ગુજરાતી.
સદા સૌમ્યથી વૈભવ ઉભરાતી,
હું ને મારી માતૃભાષા બંને ગુજરાતી .
સત્ય સાથે અહિંસા સુનાવતી,
હું ને મારી માતૃભાષા બંને ગુજરાતી.
હેમચંદ્ર, નરસિહ, મીરાની ગુજરાતી,
મને ગર્વ અપાવતી ગાંધી વિરની ગુજરાતી.
મોજીલા મારા ગરબામાં ગુજરાતી,
જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદા કાળ ગુજરાતની.
હું ને મારી માતૃભાષા બંને ગુજરાતી.
