હું મહા મૃત્યુંજય છું
હું મહા મૃત્યુંજય છું
એક સનાતન સત્ય છું,
અર્થથી હું સમર્થ છું,
અનેક અર્થનો એક અર્થ છું,
અર્થાત હું મહા મૃત્યુંજય છું.
ઉર્જાનો હું ભંડાર છું,
નબળાનો તારણહાર છું,
અનેક વિધ્નો પર પ્રહાર છું,
અર્થાત દુષ્ટોનો સંહારક છું.
ત્રણેય લોકનો નાથ છું,
ગંગાધર વિશ્વનાથ છું,
અનેક કર્મોનો હિસાબ છું,
અર્થાત હું જ દિવસ રાત છું.
ભભૂતમાં કુબેર ભંડાર છું,
કટુતાથી બચાવતો નીલકંઠી છું,
અનેક વિચારોથી સંયમિત છું,
અર્થાત હું જ જીવન પ્રવાહ છું.
