STORYMIRROR

Vipul Borisa

Drama

3  

Vipul Borisa

Drama

હું ક્યારેય યાદ આવું છું ?

હું ક્યારેય યાદ આવું છું ?

1 min
476

સાંજ ઢળતાં, આછા ચડતાં-આછા પડતાં તડકા સાથે,

રોજ જ્યાં મળતા હતાં,એ જ બાગ-બગીચા સાથે,

તારી યાદોના વરસાદથી મનમાં ને મનમાં ભીંજાઉ છું.

બોલ તને હું, ક્યારેય યાદ આવું છું?


આમ એકલો ને આમ ટોળામાં, તોય વિશ્વાસનાં ખોળામાં,

વિતેલી ક્ષણો,વિતેલી ઘડી,વિતેલી વાતો ને વિતેલી એ રાતો,

એજ સંવાદોના પડઘા સાથે રોજ એકલો અથડાઉ છું.

બોલ તને હું,ક્યારેય યાદ આવું છું?


શોર-બકોરની આ દુનિયામાં,અંદર એક મૌન તપસ્યા કરે.

એજ ચહેરો,એજ સ્મિત ને એજ આંખો વરસ્યા કરે.

ગમગીની હોય છે અંદર ને તોય મુખથી મલકાઉ છું.

બોલ તને હું,ક્યારેય યાદ આવું છું?


રાધા-કૃષ્ણ,કૃષ્ણ ને દ્રૌપદી,રામ-સીતા,

સંબંધો નોખા પણ પવિત્ર એવા કે જાણે ગીતા.

આ મૂઢ ને રુઠ એવાં સમાજથી,હું ય ક્યાં ગભરાઉ છું.

બોલ તને હું,ક્યારેય યાદ આવું છું?


કોઈ દંભ છે,ના કોઈ રંજ છે, તું દૂર આત્મા તો સંગ છે.

કાલેય હતો ને આજેય તને પ્રેમ કર્યાનો મને ઉમંગ છે.

તારી સ્મૃતિનાં ફૂલો પરથી સમયની ધૂળ રોજ હટાઉ છું.

બોલ તને હું, ક્યારેય યાદ આવું છું?


ના મોહ ના માયા છે, કોઈ હરખ કે હવે કોઈ શોક નથી.

તારા ગયાં પછી, એવું કોઈ આત્મવિલોપનથી.

જીંદગીને મૌતની સામે રાખી રોજ લલચાઉ છું.

બોલ તને હું,ક્યારેય યાદ આવું છું?


-વિપુલ બોરીસા-


Rate this content
Log in

Similar gujarati poem from Drama