STORYMIRROR

Mayur Rathod

Romance

3  

Mayur Rathod

Romance

હું ખાલી તને જ પામું

હું ખાલી તને જ પામું

1 min
208

રૂખડ અઘોરી બની હું તને ચાહું,

હું ખાલી તને જ મારો માનું,


રાખી સંયમ શાંતિ હું તને પામું,

ક્ષણિક રાહ જોઈને તને ચાખું,


વિરહની ચિતામાં રાહ જોવું,

તને મળીને હું મને જ જાણું,


વિપત્તિ આવતા હું તને જ સમરું,

કાગળે કાંઈ ચિતરું તો તને વિચારું,


વિશ્વાસ કરી બંધ આંખે વધામણાં કરું,

પ્રેમ કરી તને હું દુનિયા મને દેખાડું,


રૂપ બની તને એકલાને સજાવું,

પ્રેમની હૂંફ બની તને પંપાળુ,


ગુસ્સો કરી દુશ્મનને સળગાવું,

પ્રણય કરી હું તને શરમાવું,


મારી મજાક બનાવી તને હસાવું,

વ્હાલને વધાવી હું હરખાવું,


હું તપીને તને દુનિયામાં જલાવું,

તારા પર આસ્થા રાખી તને પૂજાવું,


મારું જીવવાનું કારણ તને બનાવું,

બસ તારું સ્મરણ કરી જીવી જાણું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance