હું એક પક્ષી
હું એક પક્ષી
હું એક પક્ષી છું
પાંખો ફફડાવતું ગગને ઊડતું
પક્ષી છું,
હું એક પક્ષી છું
સરોવરમાં નહાતું
પાંખોને ફફડાવતું
પક્ષી છું,
મસ્તીમાં ગાતું ને મોજમાં ફરતું
જગ આખું જોતું ને
જગને જગાડતું
પક્ષી છું,
વૃક્ષમાં બેસતું ને વૃક્ષમાં
રહેતું ઘરે ઘરે જઈને ચણ હું ચણતું
પક્ષી છું
વનવગડે ફરતું ને વગડામાં રહેતું
વન વન ફરીને બધાને મળતું
પક્ષી છું.
