"હું" અને હું
"હું" અને હું
વાત ફૂલોની હતી એટલે કેમ ચલાવી લેત,
જો સુગંધની હોત તો હજુએ પ્રસરાવી લેત,
આપણામાં હું અને તું જેવું ક્યાં કંઈ છે જ,
જો અલગ જેવું કંઈક લાગત તો મનાવી લેત,
જીવન કેરા સિદ્ધાંતો ભણવાની શાળા હોત તો,
લાગણીઓ સાથે નિ:સ્વાર્થ પ્રેમ ભણાવી લેત,
સૃષ્ટિના રંગોની અમને સમજણ ક્યાં હતી,
નહીં તો પતંગિયાની જેમ જાત રંગાવી લેત,
અંશ બનીને આવું છું હું તારામાં અવતરવા,
જગદીશ બનાવી પૂજે જગત તો વધાવી લેત.
