હતો હું તો કોરો કાગળ
હતો હું તો કોરો કાગળ
હતો હું તો એક સાવ કોરો કાગળ,
ચિત્રકારે દોર્યું એમાં ચિત્ર મારું,
હું તો લાખોનો થઈ ગયો.
હતું હું તો સાવ કોરો કાગળ,
કવિ એ ઉતારી એમાં હદયની ઊર્મિ,
હું તો પ્રેમ પત્ર થઈ ગયો.
હતો હું તો એક કોરો કાગળ,
પામ્યો હું વિદ્યાર્થીના જીવનમાં સ્થાન,
મળી ગયું મને અનોખું મકામ,
હું તો જાણે દુનિયામાં નામ પામી ગયો.
હતો હું તો સાવ કોરો કાગળ,
પામ્યો જ્યારથી કરન્સી નોટોના યંત્રમાં સ્થાન,
લોકોના ખિસ્સામાં સ્થાન હું પામી ગયો.
હતો હું તો સાવ કોરો કાગળ,
મિલકતના દસ્તાવેજ બન્યા મારા પર,
કોડી માંથી જાણે હું તો કરોડોનો થઈ ગયો.
આજે સમજાયું મને સંગતનું મહત્વ,
જેવા સાથે જોડાયું તેવું મૂલ્ય મારું અંકાયું,
હતો હું તો કોડીનો જાણે કરોડોનો થઈ ગયો.