હથિયાર
હથિયાર
શસ્ત્ર તો શૂરવીરોનું
હોય છે હથિયાર
દેશ સુરક્ષા કાજે
ત્યાગે ઘર બાર,
વિના કારણ હત્યા કરે
નિર્દોષના લે પ્રાણ
મનમાં કપટ કરતા
કાયરોનું છે કામ,
આતંકી હથિયાર સામે
લડે શૂરવીર સૈનિક
અસ્ર શસ્ત્રથી પરાસ્ત કરે
ભારતમાતાના શૂરવીર,
શસ્રો હોય હાથમાં
દુશ્મનો ડરતા જાય
ફક્ત ખખડાવીએ તો પણ
દુશ્મનો ભાગતા જાય,
દુશ્મનો હોય સામે
અહિંસા ના થાય !
શાંતિ સમયે અહિંસા
સારૂં હથિયાર ગણાય,
શસ્ત્ર ચલાવવા માટે
જોઈએ ધીરજ, હિંમત
જીભ ચલાવવી બહુ ગમે
ના રહે કંટ્રોલ સ્પીચ,
બોલીને બગાડીએ
જીભ બને હથિયાર
કરેલું ધૂળ ધાણી
પાછળથી પસ્તાય.