હથેળીમાં એનું નામ ઘૂટયું
હથેળીમાં એનું નામ ઘૂટયું
અમે તો એની સાથે પ્રીતનું સગપણ બાંધ્યું,
હૈયું અમારું અમે એના હૈયાથી જોડ્યું.
સૌથી દુનિયામાં અમને પ્યારું છે એમનું નામ,
એટલેજ તો હથેળીમાં એનું નામ અમે ઘૂટ્યું.
લૂંટી ના શકે અમારા પ્રેમની દૌલત કોઈ,
એટલે તો હૈયાની તિજોરીમાં અમે સંતાડ્યું.
ભૂંસી ના શકે નામ કોઈ એનું જિંદગીમાંથી,
એટલે તો હૈયાની રેત પર એનું નામ કોતર્યું.
સૌથી કિંમતી લાગ્યો અમને એમનો સાથ,
એટલે તો અમે એમનું કિંમતી દલડું ચોર્યું.
એમના સાથમાં લાગી જિંદગી જન્નત સમી,
એટલે જ તો આ દલડું અમે એને નામ કર્યું.

