STORYMIRROR

KALSARIYA PRAKASH N.

Inspirational

4  

KALSARIYA PRAKASH N.

Inspirational

હરખાવું છું

હરખાવું છું

1 min
246

સદાચરણના પાઠ હું સૌના જીવનમાં વાવું છું,

હેતેથી માવજત કરુંને, ખૂબ પ્રેમથી ઉગાવું છું.


'ક'થી શરૂ કલમથી સફર, સાથે સ્વરો ગાવું છું,

'જ્ઞ'એ જ્ઞાન મળે છતાં, અટકતા અકળાવું છું.


હેત હંમેશા હેત ન રહે ગુસ્સો ઘણોય આવે,

જોઈ પ્રગતિ ભૂલકાઓની, મનમાં હું મલકાવું છું.


ભરમ ઘણાય મનમાં લાવી આવે છે મારી સમક્ષ,

સારા અને સરસા સૌ કોઈના ભેદ હું સમજાવું છું.


ગાંધીજીની ગાથા ગાતા, હું હિટલરને સમજાવું છું,

સત્ય-અહિંસાની સાથે હું ભગતસિંહ ભણાવું છું.


જીવન આખું જીવનને ઉજળવામાં વીત્યું 'યાદ',

યાદ કરી હર ક્ષણ આજે, અંતરથી હરખાવું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational