STORYMIRROR

Chaitanya Joshi

Inspirational Others

3  

Chaitanya Joshi

Inspirational Others

હરિ તારા હાથમાં રે...!

હરિ તારા હાથમાં રે...!

1 min
26.5K


સકળ સૃષ્ટિનું કમઠાણ હરિ તારા હાથમાં રે.

પ્રભાતે પૂર્વે ઉગાડે ભાણ હરિ તારા હાથમાં રે.


ચાંદો સૂરજ ઝળહળતા આપે અવનીને પ્રકાશ

તોયે એ કદી ના માગે દાણ હરિ તારા હાથમાં રે.


આપે અખૂટ અન્નભંડારો ધરા પામીને વરસાદ,

નથી નદી કે સમદરની તાણ હરિ તારા હાથમાં રે.


જીવમાત્રને તું પોષનારો કીડીથી કુંજરનો ખ્યાલ,

ભક્તોનું તારે ભરોસે વ્હાણ હરિ તારા હાથમાં રે.


મહાપાપીને પણ તું જીવાડતો સુધરવાની આશ,

છે તારી કરુણાનું એ પ્રમાણ હરિ તારા હાથમાં રે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational