હરિ હરિ
હરિ હરિ
હવે તો શબ્દો પણ ખૂટ્યા હરિ હરિ.
શબ્દોએ પણ કૈંકને લૂટ્યા હરિ હરિ.
પૈસાએ લીધા વીંટી ભલભલાને કેવા !
માનવતાનાં નીર હવે ડૂક્યાં હરિ હરિ.
શબ્દ શણગારે પ્રલોભન પામી ફસાયા,
જાણે કે કિસ્મત રખે ફૂટ્યાં હરિ હરિ.
સૌંદર્યને પૂજનારા થયા હવે અદ્રશ્ય,
શિકારી થઈને કપાળ કૂટ્યાં હરિ હરિ.
માયાગ્રાસે બન્યા કૈંક મોહાસક્ત પછી,
કાળપાશે પ્રાણ આખરે છૂટ્યાં હરિ હરિ.
