STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Romance Inspirational

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Romance Inspirational

હર જીવમેં શિવ

હર જીવમેં શિવ

1 min
180

પિંડે જાગ્યું પરોઢ્યું અંધકાર વાવશો નહીં,

પિંડે પ્રભુનો વાસ આંતર કકડાવશો નહીં,


પિંડ પ્રભુનું ખોરડું માયા ધરશો નહીં,

કણ કણમાં શિવનો વાસ ભૂલશો નહીં,


શિવ જગ આધાર જીવ છકશો નહીં,

માનો જીવ, શિવ આધાર છોડશો નહીં,


અનંત યોની અનંત રચના ફસાશો નહીં,

અનેકો બ્રહ્માંડ તત્વ એક ભૂલશો નહીં,


વિષય રત થઈ સનાતન ચૂકશો નહીં,

જગતે ખોટો વ્યવહાર કોઈ પાળશો નહીં,


જગત ક્રમે ઓળખમાં થાપ ખાશો નહીં,

હર જીવ મે શિવ રાહી ભૂલશો નહીં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance