STORYMIRROR

urvashi trivedi

Inspirational

4  

urvashi trivedi

Inspirational

હોય છે

હોય છે

1 min
190

હજારો માઈલની સફર એક પગલાંથી શરૂ થતી હોય છે,

દિવસની શરૂઆત નવી આશા સાથે થતી હોય છે.


શુન્ય થવું ક્યાં સહેલું હોય છે ?

બાકીમાંથી બાદ થવાનું હોય છે.


દરેકની ઊંચાઈ એકસરખી ક્યાં હોય છે !

કોઈ બહાર તો કોઈ અંદર વિસ્તરતું હોય છે.


દર્દ આંખો દ્વારા નીકળે તે કાયર કહેવાતા હોય છે,

દર્દ શબ્દો દ્વારા નીકળે તે શાયર કહેવાતા હોય છે.


વિતાવી દેવી તે ઉંમર હોય છે,

જીવી લેવી તે જિંદગી હોય છે.


જો તિરાડોમાં હુંફની સિમેન્ટ ભરાતી હોય,

તો તૂટેલી ઇમારત પણ કરવટ બદલતી હોય છે.


શાન હોય ત્યાં જ માન હોય છે,

સૂરજ ડૂબ્યા પછી અંધારું જ હોય છે.


પૈસો કેટલો વધ્યો છે તેનું ભાન હોય છે,

સમય કેટલો બચ્યો છે તેનું ક્યાં ભાન હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational