હોળી
હોળી
જીવન નો એક અદભુત અજોડ પ્રસંગ યાદ આવ્યો.
આવી હોળી ને મને રંગ યાદ આવ્યો.
હતો એ મંગળવાર,ને પાછી સંકટ ચોથ પણ જોગાનુજોગ એ સંજોગ યાદ આવ્યો.
આવી હોળી ને મને રંગ યાદ આવ્યો.
રાત્રિ એ જે થઇ હતી એ મુલાકાતની, ક્ષણ-ક્ષણ નો સંગ યાદ આવ્યો.
આવી હોળી ને મને રંગ યાદ આવ્યો.
મનથી માનેલી સાજણના માથે લગાવેલ મારાં રક્તનો લાલ રંગ યાદ આવ્યો.
આવી હોળી ને મને રંગ યાદ આવ્યો.
"ઘાયલ" આમ તો જીવી લઉં છું,પણ ઘડી બે ઘડી નહી આજે તો મને એ સળંગ યાદ આવ્યો.
આવી હોળી ને મને રંગ યાદ આવ્યો.
હજુય જાણે અકબંધ હોય એમ એ સંબંધ યાદ આવ્યો.
આવી હોળી ને મને રંગ યાદ આવ્યો.
