STORYMIRROR

Meena Mangarolia

Classics

3  

Meena Mangarolia

Classics

હોળી નો પૈસો

હોળી નો પૈસો

1 min
992




હોળીનો પૈસો

આપો રતનલાલ

હોળી નો પૈસો

આપો.....


આ લાલ લીલા

પીળા રંગ ઉડાડો

રતનલાલ...

હોળી નો પૈસો આપો

રતનલાલ......


પીળો હળદરીયો

વાદળીયો વાદળી

લાલ કંકુ જેવો

ઉડાડો રે રંગ ભાઈ

હોળી નો પૈસો આપો

રતનલાલ.....


ધીમેથી ઢોલ વગાડજો

રે ભાઈ..ખારેક ને ખજુર

હોંશે હોંશે ખાજો રે ભાઈ

હોળીનો પૈસો આપો

રતનલાલ....


આવ એલા મનિયા

આવ અલા ચુનિયા

પીચકારી ભરી ભરી

રંગ છાંટો રે ભાઈ

હોળીનો પૈસો આપો

રતનલાલ...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics