STORYMIRROR

ૐકાર શ્રીમાળી.

Drama

3  

ૐકાર શ્રીમાળી.

Drama

હળવાશ ૪૩

હળવાશ ૪૩

1 min
11.3K


થાય કળવાશ તો સદગુણો રાખવા

એમ હળવાશથી દુરગુણો ત્યજવા,

એમની જિંદગીને હસી આપવા

બંદગી પણ ખુદાની ઝુકાવી રહી.


હોય નવરાશ તો આંસુઓ સારવા

એમ હળવાશથી બંધુઓ પામવા,

એમના દુઃખને હર ખુશી આપવા

મોજને પણ હૃદયથી ફગાવી રહી.


થાય બરબાદ તો સ્મારકો સાચવા

એમ હળવાશથી કંટકો ડામવા,

એમના પંથને પલ્લવિત રાખવા

ફૂલની પાંખડી પણ દબાવી રહી.


હોય ફરમાન તો સૈનિકો સાધવા

એમ હળવાશથી યુદ્ધને જીતવા,

એમના દેશને આંચકો આપવા

લાશ મારી કફનથી વધાવી રહી.


થાય અંધારુ તો ભાનુને ચાહવા

એમ હળવાશથી રોશની પામવા, 

એમના દેહને ચારુતા આપવા

"ઓમકાર" સમિ પ્રીત અપનાવી રહી.


Rate this content
Log in