STORYMIRROR

ૐકાર શ્રીમાળી.

Romance

3  

ૐકાર શ્રીમાળી.

Romance

હું અને તું

હું અને તું

1 min
178

ચાલો પ્રિયલ ફરી એકવાર હું તું હું તું રમીએ

સોનેરી આ સપનાઓને પુનઃ સજીવન કરીએ


હું અષાઢી મોરલો ને તું વાદળ ચમકે વીજ

હૃદય આપણા વરસી બેઠા એમાં આપણી જીત

ચાલો પ્રિયલ ફરી એકવાર.....


હું કૃષ્ણ કેરી વાંસલડી ને તું મુગટ શોભે પિંછ

શમણાં આપણા જીવી બેઠા એવી આપણી પ્રીત

ચાલો પ્રિયલ ફરી એકવાર.....


હું ઢળકતું બેડલું ને તું છલકાતું એમાં નીર

પનઘટે આપણ ભીંજાઈ બેઠા એવા આપણાં ચીર

ચાલો પ્રિયલ ફરી એકવાર.....


હું મીરા તણી ચૂંદલડી ને તું રાધા તણી છે બીન

કેશવ આપણાં રિસાઈ બેઠા એવા આપણે દીન

ચાલો પ્રિયલ ફરી એકવાર.....


હું કુંજન કરતી કોયલડી ને તું મીઠું મીઠું સ્મિત

ટહુકો આપણો ભૂલાવી બેઠા એવું આપણું ગીત

ચાલો પ્રિયલ ફરી એકવાર.....


હું ગુંજન કરતો મધુકર ને તું સુગંધિત પુષ્પ

તન આપણું મહેકાવી બેઠા એવું આપણું રૂપ

ચાલો પ્રિયલ ફરી એકવાર.....


હું ઉછાળા કરતો રત્નાકર ને તું મોતી કેરુ છીપ

દર્દ દુનિયાના સમાવી બેઠા એવો આપણો જીવ

ચાલો પ્રિયલ ફરી એક્વાર.....


હું ઓમકાર તણો નાદ ને તું વાંસલડીનાં સૂર

વિશ્વ સઘળું દીપાવી બેઠા ન રહીએ હવે દૂર


ચાલો પ્રિયલ ફરી એકવાર હું તું હું તું રમીએ

સોનેરી આ સપનાઓને પુનઃ સજીવન કરીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance