હે ઈશ્વર
હે ઈશ્વર
હે ઈશ્વર હું પ્રાર્થના સદા તારી કરું,
તવ ચરણોમાં સદા શિશ ધરું !
મોર બની હું નર્તન કરું;
કોયલની સંગ સદા ગાન કરું !
જીવન આપ્યું તમે અનેરું;
એ સંસાર સાગરમાં સદા તરુ !
મળતા મળ્યું જીવન પ્યારું;
તારી શરણમાં સદા સમર્પિત કરું !
ફૂલડાંની ફોરમ વચ્ચે હું ભમું;
ગુંજન કરતા સદા ભમરા બની ફરું !
નિર્ગુણ વિચારો હું દૂર કરું;
સદગુણોની સાથે સદા બાથ ભરું !
તવ ઉપકારની હું પૂજા કરું;
સૃષ્ટિના સંગે સદા આમ રહું !
મંજિલ સુધી પ્રભુ સાથ રહું;
એવી તમન્ના સદા દિલમાં ધરું !
