હે ચંદ્રમૌલી, હે ચંદ્રશેખર
હે ચંદ્રમૌલી, હે ચંદ્રશેખર
હે ચંદ્રમૌલી, હે ચંદ્ર શેખર,
હે સંકટ વિમોચન, હે ત્રિપુરારી અર્ચન;
જય જય હે શંકર, હે ભસ્માંગ સુંદર,
હે પશુપતિ હરિહર... હે ચંદ્રમૌલી.
કંઠે ધરી છે તેં સર્પોની માળા,
તવ તાંડવે બાજે ડમરુ નિરાલા,
શ્રી શૈલરાજે કરી તેં આરાધન,
ત્રિનેત્રે કીધું રતિપતિનું વિસર્જન... હે ચંદ્રમૌલી.
પ્રભુ વિશ્વકાજે તે શિર ગંગા ધારી,
પર્વત દુહીતાની પુજા સ્વીકારી,
જગ મંગલાર્થે તેં અસુરો સંહાર્યા,
પીને હળાહળ તેં પથ કૈંક તાર્યા... હે ચંદ્રમૌલી.
હે ચંદ્રમૌલી, હે ચંદ્ર શેખર,
હે સંકટ વિમોચન, હે ત્રિપુરારી અર્ચન;
જય જય હે શંકર, હે ભસ્માંગ સુંદર,
હે પશુપતિ હરિહર... હે ચંદ્રમૌલી.
