STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

હૈયાનો મહેમાન બન્યો તું

હૈયાનો મહેમાન બન્યો તું

1 min
20

આંખથી આંખ મળી હૈયે ઉતરી ગઈ તારી છબી,

હૈયાનો મહેમાન બન્યો તું,હતો સાવ અજનબી.


નજરોના વાર તે એવા કર્યા, તારા પર ગઈ વારી,

સફળતાના ગગનમાં પહોંચી આપણા પ્રેમની સવારી.


યાદ આવે છે મને તારી સાથે વિતાવેલી અંગત પળો,

મને ખુશ રાખવામાં એનો છે મોટો ફાળો.


તારી યાદો ઝરણાની જેમ હૈયાના પર્વત પરથી વહ્યા કરે,

મારું હૈયું હંમેશા વિરહની વેદના સહ્યા કરે.


મારા હૈયાના કિલ્લામાં વસવાટ કરી ગઈ તારી આંખો,

બસ એને જ પ્રેમના ગગનમાં વિહરવા આપી મને પાંખો.


તારી એક ઝલક મને કરી ગઈ એવી ઘાયલ,

જોને હર એક ઝણકારમાં તને પુકારે મારી પાયલ !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance