હૈયાના દ્વાર ખુલ્લાં રાખજે
હૈયાના દ્વાર ખુલ્લાં રાખજે
હારી થાકી કોઈ આવે તારે દ્વાર,
તો ખુલ્લા રાખજે,
તારા હૃદયના દ્વાર,
હોય જો એના હૈયે ભાર,
તું આપ જે એને સાથ,
ડગર પર ચાલતા ચાલતા,
પડી જાય તો,
હાથ તું એનો થામી લેજે,
સફરમાં ચાલતા ચાલતા,
આવે જો સંકટ,
વહે જો અશ્રુની ધાર,
તો રોવા માટે એને ખભો દેજે,
ના ચાલી શકે તો,
હાથમાં તારો હાથ દેજે,
મંઝિલ સુધી પહોંચવા,
તારો સાથ દેજે,
હૈયે હામ દેજે,
દિલમાં થોડો આરામ દેજે,
જીવનમાં કોઈને તું વિશ્રામ દેજે,
કોઈનો થાકલો બની આરામ આપજે.