હાઈકુ - સત્ય
હાઈકુ - સત્ય
શોધવાં જાઉં,
સ્થાન એકાંત હોય,
કેમ ભાગું હું ?
નિઃશબ્દ બની,
ઝરણું ગાતું જોઉં,
વહેતું રહે.
નિરાશ મન,
ઝંઝોળે, કાયા જાગે,
સ્ફૂર્તિલો વેગ.
ઊડાઊડ એ,
ગગન મહીં ફરે,
ક્ષણભંગુર.
એકાગ્ર બને,
અંતર જાણે સત્ય,
ટાઢક વળે.
