STORYMIRROR

Kinjal Pandya

Inspirational

3  

Kinjal Pandya

Inspirational

હા, હું સ્ત્રી છું

હા, હું સ્ત્રી છું

1 min
264

હા, મને ગર્વ છે હું સ્ત્રી છું.

મારા નિયમો જાતે બનાવી જીવું છું. 


મારા ઘરની સારથી બની કૃષ્ણની ગરજ સારું છું.

હું રાધા છું, અનસૂયા છું, જગત જનની છું.

સમય આવ્યે હાથમાં ખપ્પર પકડી સંહાર કરતી મહાકાળી છું.


હું સંપૂર્ણ સમર્પિત કરી દઈશ મારી જાતને પણ,

મને હાનિ પહોંચાડશે તો ઈતિહાસ સાક્ષી છે,

હું પોતે જ રણચંડી બની છું.


હું અબળા નારી નથી કે ધરતીમાં સમાઈ જાઉં,

હું આદ્યશક્તિ છું આકાશેથી જ પ્રગટ થાઉં છું. 

મને ગર્વ છે મારા સ્ત્રીત્વ પર કારણ હું જ તો સંસારનો સાર છું. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational