હા હું ગુજરાતી
હા હું ગુજરાતી


હા હું ગુજરાતી,
હા અમે ગુજરાતી,
જલેબી જેવા મીઠા,
અમે ફાફડા સાથે મરચા ખાઈએ તીખા,
ઉંધીયું ને પૂરી ખાઈએ,
અમે સૌથી અનોખા,
ગુજરાત મારું દરિયા જેવું,
નદીઓ સૌ દરિયામાં મળે,
એમ ગુજરાતમાં આવીને સૌ વસે,
મહેમાન ગતિમાં અમારો જડે ના જોટો,
અમારો વ્યવહાર કદી ના હોય ખોટો,
અમે મનાવીએ તહેવારો સૌ હળીમળી,
પછી ઈદ હોય નાતાલ હોય પતેતી હોય કે દિવાળી,
પુરીએ સાથે મળી સૌ રંગોળી,
રંગમાં બોળી પિચકારી અમે રમીએ હોળી,
દરેક તહેવાર મનાવીએ અમે બાળકોની ટોળી,
ગમે ત્યાંથી ખુશીઓ લાવીએ ખોળી,
સદા આનંદથી ભરીયે સૌની જોળી,
બોલીએ અમે તોળી તોળી,
શરદ પૂનમના ખાઈએ અમે પુરણ પોળી,
દરિયો નાખીએ અમે ડહોળી,
મોતી લાવીએ અમે ઢંઢોળી,
દુઃખ ઉદાસીને દઈએ હવામાં ફંગોળી,
દરેકના હૈયે પુરીએ સુંદર રંગોળી,
હા અમે ગુજરાતી,
ખુશીઓને લાવીએ તાણી,
જિંદગીની પ્રત્યેક પળ અમારા માટે ઉજાણી,
અમારી જાતને અમે પિછાણી,
મીઠડી છે અમારી વાણી,
સૌ કોઈ જાય અમારા પર વારી,
એવી સુરત છે અમારી પ્યારી,
ગરબે ઘૂમતી અહી દરેક નારી,
લાગે કેવી ન્યારી,
જાણે ફૂલોની ક્યારી,
એવી છે ગુજરાતની નારી,
આ વાત છે તમારી ને મારી.