ગુરુને વંદન
ગુરુને વંદન
ગુરુની સાધના....ગુરુની આરાધના;
આ જગમાં સાચા ગુરુની કરે સૌ યાચના....!
કષ્ટ, કંટક, પથ પર સદા દર્શક નેત્ર ગુરુ તારા ઘણા,
વિકટ ઘડી જીવતર વાટે, એમાં સિંચન કરી,
સદા ઝળા હળા આ મન ભીતરની માયા પ્રકાશે....!
ટહુકાર ઊંડા અંધારે ભર્યો, એને પળમાં મટાડી,
નવ પ્રહરના પ્રહરી ખડા...આજ ગુરુ તણા...!
નમ્ર, કોમળ, સ્મિત મુખ પર સદા સુવાસ ઉરે,
રાખી દૂરંદેશી સલાહના સાચા માર્ગ કરે મોકળા...!
અજ્ઞાનતાના રથ પર જ્ઞાનની પતાકા ધરી,
ભાવુક ભોળા ભાવ ભરી જાગ્રત સંસારે ખડા....!
જયોત ધરી આશા સંગે સમર્પણ અર્પણ કરતા,
સાક્ષાત વિશ્વ કેરા આંગણે સમસ્ત જન,
ગુરુથી નિત્ય ઉજળા......ધન્ય ઘણા..!
પ્રણામ આજ સૌ ગુરુ દેવો, નતમસ્તક નમીને સદા;
કરતાં તવ શિષ્ય સદા ગુરુને વંદન અંતર ભાવે સર્વદા...!