Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Karan Mistry

Inspirational

3  

Karan Mistry

Inspirational

તું જ છે

તું જ છે

1 min
565


આ જ તો બધા અંતરાયો છે,

જે તારે જ પાર કરવાના છે,

જવાબદાર અને નિમિત પણ તું જ છે.


નદી પણ અગાધ સાગરને મળવા,

ખડકો ચીરી ને જાય છે,

શુ ખબર તારો રસ્તો પણ એ,

ખડકોની વચ્ચેથી જતો હોય.


અંદરના આતિષને જગાવી રાખજે,

પોતાની જાતને અહીં ખપાવી નાખજે,

આ સુરજ પણ વાદળોથી હેરાન થાય છે.


એને દૂર કરીને જ તો સુરજ રોજ સવાર પાડે છે,

શુ ખબર તારો દિવસ પણ એ વાદળોથી ઘેરાયેલો હોય.


કૈક અધુરું રહી જાય એ જ તો ઝીંદગી છે,

અને જે ક્યારેય ના પૂરું થાય એ જ જીવન છે,

તારે અહીં જ ઘડાવાનું છે અને અહીં જ તૂટવાનું છે.


અને એ કફન સુધી પહોંચવા આ સતત ચાલતો સંઘર્ષ છે,

શુ ખબર એ સંઘર્ષના દિવસોમાં જ તારું નામ છુપાયેલું હોય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational