જીવન એક ગણિત
જીવન એક ગણિત
ગણિત સાચું માંડતા શીખો,
દાખલા સાચા ગણતા શીખો.
જીવન આખું એક કોયડો, ઉકેલ જેનો ભારી,
કરી ગણતરી ઉંધી જો તે, ખૂટશે જિંદગી સારી.
સરવાળો કરજે હસી ખુશીનો, દુઃખોની બાદબાકી,
પ્રેમનો ગુણાકાર સદાય કરજે, મનને વિશાળ રાખી.
જયારે મળે નિષ્ફળતા કદાચ, હિમ્મત તું ના હાર,
જીતી જઈશ બાજી આખરમાં, હારનો કર ભાગાકાર.
ગણિતના આ સહેલા નિયમો, ઉકેલ સહેલો બનાવે,
જીવન તારું એક ગણિત છે, તો એમાં શું મૂંઝાયે ?