STORYMIRROR

Rekha Patel

Inspirational

4  

Rekha Patel

Inspirational

ગુરુકૃપા

ગુરુકૃપા

1 min
270

ના સોનું, ના ચાંદી, બસ, ગુરુની કૃપા ઈચ્છું છું,

ભવસાગરને પાર કરવા બસ, ગુરુની કૃપા ઈચ્છું છું,


જન્મોજન્મનાં લખચોરાશિનાં ફેરા કેટલા,

ફેરાને ટાળવાને દયાનાં સાગરની, ગુરુની કૃપા ઈચ્છું છું,


વચનામૃતનો લખલૂંટ ખજાનો ઉલેચતાં રહ્યાં,

અંધકારમાંથી ઉજાસની, ગુરુકૃપા ઈચ્છું છું,


આનંદનો ખજાનો ગુરુજી લૂંટાવતા રહ્યાં,

રસસાગરમાં તરબોળ બની, ગુરુની કૃપા ઈચ્છું છું,


આપની આજ્ઞાને અમે શિરોધાર્ય કરતાં રહ્યાં,

નિજનાં આનંદમાં મગ્ન બની, ગુરુની કૃપા ઈચ્છું છું,


'સખી' ચાહત બનીને આ જગમાં મૂલવતાં રહ્યાં,

ચાહનાની ચાહતમાં તૃપ્ત બની, ગુરુની કૃપા ઈચ્છું છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational